Gujarat

મંત્રી પ્રવીણ માળી, મૂળુ બેરાએ બરડા સફારીની મુલાકાત લીધી

રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી અને ખંભાળિયા-ભાણવડના ધારાસભ્ય મૂળુ બેરાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા જંગલ સફારીની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન, બંને ધારાસભ્યએ બરડા વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા, જંગલ વિસ્તાર અને વન્યજીવનની વિવિધતા અંગે માહિતી મેળવી હતી. તેમણે બરડા જંગલને પ્રવાસન ક્ષેત્રે વધુ વિકસિત કરવાની શક્યતાઓ પર સ્થળ પર ચર્ચા કરી હતી.

આ મુલાકાત સમયે, વન વિભાગના અધિકારીઓએ બરડા જંગલ વિસ્તાર, વન્યજીવોના સંરક્ષણ અને જંગલ સફારી અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી. બરડા વિસ્તારને ઇકો-ટુરિઝમના મહત્વના સ્થળ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.