દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક ભાણ ખોખરી પંથકમાં સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે સંયુકત દરોડો પાડી વાડીના મકાનમાં ધમધમતો જુગારનો અખાડો પકડી પાડયો હતો.પોલીસે રૂા. 2.05 લાખની રોકડ સહિત રૂા. 5 લાખથી વધુનો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસસુત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખા અને સ્થાનિક પોલીસ ટીમ સંયુકત પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને ભાણ ખોખરી ગામે વાડી વિસ્તારમાં ધરણાંત આલાભાઇ ચુડાસમા નામનો શખસ કબજા ભોગવટાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સાતેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે ધરણાત ચુડાસમા ઉપરાંત મનોજ ઉર્ફે વિજય મોહનભાઇ સોનગરા, રિછા ગગાભાઇ પિંડારીયા, લખમણ દેવશીભાઇ પિંડારીયા, અશ્વિન ડાડુભાઇ કરમુર, કરશન ખીમાભાલ આંબલીયા તથા કરશન કચરાભાઇ કરમુર સહિત સાતને પકડી પાડયા હતા.

