Gujarat

કેનેડામાં ભીષણ જંગલની આગને કારણે ૨૦,૦૦૦ થી વધુ લોકોને રાતોરાત ઘર થી બેઘર થયા

પશ્ચિમ કેનેડાના જંગલોમાં આગ શહેરો તરાફ આગળ વધી, જેના કારણે તેના માર્ગમાં આવતા ઘરોનો નાશ થયો જ્યાંથી ૨૦,૦૦૦ થી વધુ લોકોને રાતોરાત તેમના ઘરો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાલ્ડ રેન્જમાં લાગેલી આગની જાણ સૌપ્રથમ શુક્રવારે સાંજે થઈ હતી, પરંતુ માત્ર કલાકોમાં જ તે આશરે ૫૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. તેણે ફોલ્ડરની નાની વસાહતને ચપેટમાં લીધી અને લગભગ ૧૫ કિલોમીટર દૂર સમરલેન્ડ સુધી પહોંચી ગઈ. સમરલેન્ડના આશરે ૧૨,૦૦૦ રહેવાસીઓ અને નજીકના પીચલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં લગભગ ૮,૦૦૦ લોકો માટે સ્થળાંતર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. કેનેડા ના અધિકારીઓએ હજુ સુધી નાશ પામેલા ઘરોની સંખ્યાની તપાસ કરી નથી. કેનેડામાં જંગલની આગની મોસમ અત્યંત વિનાશક સાબિત થઈ રહી છે, જેના કારણે અધિકારીએ પોતે કટોકટી ઓપરેશન સેન્ટર છોડીને પોતાના પરિવારને બહાર કાઢવો પડ્યો હતો એટલે ગંભીર અને વિનાશક પરિસ્થિતિ સર્જાઈ હતી.