નારાયણ ફાર્મ સંસ્થા દ્વારા ચાલતી તાલીમમાં જોડાયેલા 82 વિદ્યાર્થીઓ પૈકી 50ને વિવિધ સરકારી નોકરી મળી છે, જ્યારે 17 પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા છે. મુકેશભાઈ આજરા અનુસાર, 8 મહિના પહેલાં તેઓ સવારે વૉકિંગ માટે નીકળ્યા ત્યારે ઘર પાસે કેટલાક યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જોયા હતા. તેમનો સંઘર્ષ જોઈ તેમણે સ્વૈચ્છિક માર્ગદર્શન આપવાનો નિર્ધાર કર્યો હતો.મોટા ભાગના વિદ્યાર્થી ગામડામાંથી આવતા હોઇ, આર્થિક સ્થિતિ નબળી હોવાથી માર્ગદર્શનનો અભાવ હતો.
તેમને શું વાંચવું તે નહીં, પણ કેવી રીતે વાંચવું, સમયનું આયોજન અને પરીક્ષાની વ્યૂહરચના શીખવી. રોજ ઓછામાં ઓછાં 2 કલાક ફરજિયાત અભ્યાસ અને 40 પાનાં વાંચનનો નિયમ બનાવ્યો. આ કાર્યનો ખર્ચ, રહેવા-જમવાની સુવિધા અને પુસ્તક ખર્ચ નારણપુરા ફાર્મના મનુભાઈ માઢુડાં કર્યો હતો.
રોજ 40 પાનાંનાં વાંચનનો નિયમ, બીજા દિવસે ટેસ્ટથી સફળતા મળી
- 3 કલાક ફરજિયાત અભ્યાસ.
- 40 પાનાં વાંચનનો રોજ નિયમ.
- બીજા દિવસે ફરજિયાત ટેસ્ટ લેવાતી.
- કન્સેપ્ટ ક્લિયર પછી અભ્યાસ.
- પરીક્ષાની વ્યૂહરચના પર ભાર

