ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી બ્રાહ્મણ તલાવડી ખલાસી સોસાયટીમાં ગત રાત્રે નવેક વાગ્યાના અરસામાં ભાઈ સાથે ચાલતી બોલાચાલી અટકાવવા વચ્ચે પડેલી બે બહેનો પર કાકાના ચાર સંતાનોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. જૂની તકરાર કે બોલાચાલી સંદર્ભે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત બંને બહેનોને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પીડિતાની ફરિયાદના આધારે ગંગાજળીયા પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માથામાં ધારીયાનો ઘા માર્યો, વાળ પકડી જમીન પર પછાડી પ્લોટ નંબર 40માં રહેતા અને મોલમાં નોકરી કરતા 34 વર્ષીય પૂજાબેન નવલભાઈ સોલંકી, તેમની માતા, બહેન નેહાબેન અને ભાઈ દિવ્યેશ ઘરે હાજર હતા.
તે સમયે કાકાના દીકરાઓ જર્મન શરદભાઈ સોલંકી અને રાહુલ શરદભાઈ સોલંકી ત્યાં આવી દિવ્યેશ સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા. બંને બહેનો આ ઝઘડો અટકાવવા વચ્ચે પડતાં, જર્મને પૂજાબેનના માથામાં ધારીયાનો ઘા માર્યો હતો, જ્યારે રાહુલે તેમને વાળ પકડી જમીન પર પછાડી લાકડાના ધોકા વડે માર માર્યો હતો.
આ તકરાર દરમિયાન જર્મના ભાઈ-બહેન કાર્તિક અને અનમોલબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને નેહાબેનને ચહેરાના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળાગાળી કરી હતી.

