Gujarat

ભારતીય રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા સ્થગિત કરી

ભારતીય રમતગમત મંત્રાલયે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની માન્યતા સ્થગિત કરી દીધી છે. મંત્રાલયે આ પગલા પાછળ “શાસન ખામીઓ” ને કારણભૂત ગણાવી છે. મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને રમતનું સંચાલન કરવા માટે એક એડહોક કમિટી બનાવવા કહ્યું છે.

અગાઉની શો-કોઝ નોટિસનો ્હ્લૈં તરફથી “અસંતોષકારક પ્રતિભાવ” મળ્યા બાદ, મંત્રાલયે ્હ્લૈંની સમયસર ચૂંટણીઓ યોજવામાં અસમર્થતાને આ પગલા પાછળના પરિબળો પૈકી એક ગણાવી હતી. “આઇઓએ, આંતરરાષ્ટ્રીય સંસ્થા (ૈં્હ્લ) સાથે પરામર્શ કરીને, આંતરિક નિયમનકારી પદ્ધતિ બનાવવા માટે યોગ્ય પગલાં લેશે, જેમાં એડહોક કમિટીની રચનાનો સમાવેશ થાય છે, જ્યાં સુધી ્હ્લૈંમાં યોગ્ય રીતે રચાયેલ શાસન માળખું પુન:સ્થાપિત ન થાય,” મંત્રાલયના આદેશમાં જણાવાયું છે.