માણાવદર તાલુકાના સરદારગઢ ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ ચોકડી ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.
આ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લહેરાવવામાં આવેલો 200 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ હતો. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવતા આગળ વધ્યા હતા.
આ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ બાલાસરા, માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગગજીભાઈ ભેટારીયા, સિંચાઈ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ છૈયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારૂ અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સુનિલભાઈ ડાંગર પણ જોડાયા હતા.

આ ઉપરાંત સરદારગઢ ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ ત્રાંબડીયા, માણાવદર મામલતદાર મહેશભાઈ શુકલ, તાલુકા વિકાસ અધિકારી ઉપાધ્યાય સહિતના વહીવટી અધિકારીઓ, ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તિરંગા સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર વિસ્તારમાં એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.

