Gujarat

ઘોઘાના વાવડી પાસેથી 50 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો

ભાવનગર પેરોલ ફર્લો ટીમે ઘોઘા તાલુકાના વાવડી ગામ નજીક બાવળની કાંટમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડીને મોટા જથ્થા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી ₹1.16 કરોડથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 5 આરોપીઓ ફરાર થઈ જતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે બાતમી મળતા જ દરોડો પાડ્યો પેરોલ ફર્લો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે તળાજી હાઇવે પર વણેચી વાવથી વાવડી ગામ તરફ જવાના રસ્તે બાવળની કાંટમાં ટ્રકમાંથી વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે. ટીમે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પરંતુ આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

  • વિદેશી દારૂની નાની-મોટી 8,180 બોટલ (કિંમત ₹50,79,200)
  • 10 વ્હીલ બંધ બોડીનો ટોરસ ટ્રક (નંબર: HR-55-AA-5036)
  • સ્પ્રેના 1,000 બોક્સ (કિંમત ₹50,00,000)
  • 1 બાઇક અને 1 મોબાઇલ

કુલ મુદ્દામાલ: ₹1,16,14,200 (રૂપિયા એક કરોડ સોળ લાખ ચૌદ હજાર બસો).