વડોદરામાં માં દશામાના વ્રત પર્વની ઉજવણી અંતિમ ચરણમાં પહોંચી છે. શુક્રવારે યોજાનારા મૂર્તિ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે.
પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. વિસર્જન માટે કરવામાં આવેલી વ્યવસ્થા 9 સ્થળોએ કૃત્રિમ તળાવોની ફરતે બેરીકેટીંગ, લાઈટ, ફાયર વિભાગનો સ્ટાફ, તળાવ તરફ જવાનો રસ્તો સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ન થાય તે માટેની કાળજી રાખવામાં આવી રહી છે. તળાવો ખાતે ફાયર વિભાગનો સ્ટાફ તૈનાત હશે જે વિસર્જન પ્રક્રિયા કરશે. ભક્તોને પણ આસ્થા સાથે વિસર્જન કરવા માટે આગ્રહ કરાયો છે.

