રાજકોટ
રાજકોટમાં કોરોનાનો આતંક વધ્યો છે. જેમાં રાજકોટની જીદ્ગદ્ભના ૪ વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. જેમાં રાજકોટ શહેરની જીદ્ગદ્ભ સ્કૂલ દ્વારા ઉતરાખંડમાં એજ્યુકેશન મીટમાં લઇ જવાયા હતા. તેમાં ૧૪ વર્ષની ધો.૧૦ની વિદ્યાર્થિની શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે તે સ્કૂલના વોર્ડ નં.૧૦ માં જલારામ સોસાયટીમાં રહેતો ૧૫ વર્ષનો વિદ્યાર્થી, યુનિવર્સિટી રોડ પર નીલસીટીમાં રહેતો ૧૫ વર્ષનો વિદ્યાર્થી, અમીન માર્ગ – અક્ષર રોડ પર રહેતો ૧૩ વર્ષનો વિદ્યાર્થી અને કાલાવડ રોડ પર રહેતો ૧૪ વર્ષનો વિદ્યાર્થી તથા સાધુ વાસવાણી રોડ પર રહેતા ૩૬ વર્ષીય શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ સ્કૂલમાં જાણે કોરોના બ્લાસ્ટ થયો છે. જયારે મહાત્મા ગાંધી સ્કૂલમાં ભણતા અને દહેરાદુનની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા તથા વોર્ડ નં.૧૧માં નાનામવા રોડ પર રહેતો ૧૫ વર્ષનો વિદ્યાર્થી અને ૧૫ વર્ષની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત મુંબઈ ભણતો અને અહી વોર્ડ નં.૧૦ માં જલારામ – ૪ માં આવેલો ૧૬ વર્ષનો છાત્ર કોરોના સંક્રમિત થયો છે. આ ઉપરાંત શહેરમાં ભક્તિનગરમાં ૨ માં ગોવાથી આવતા ૨૯ વર્ષનો યુવાન, ત્રંબા લગ્ન પ્રસંગમાંથી આવતા કાલાવડ રોડ પર રહેતા ૬૭ વર્ષના વૃદ્ધ અને તેના જ ઘરની ૩ વર્ષની બાળકી કોરોના સંક્રમિત થઇ છે.રાજકોટની શાળાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં વધુ ૧૧ વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. તેમાં અમરનગરની શાળામાં ૭ વિદ્યાર્થીને કોરોના સંક્રમિત થયા છે. તથા કોરોના કેસ વધતાં શાળા બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ શહેરમાં પણ ૪ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. તથા તાન્ઝાનિયાથી આવેલી યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટની શાળાઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ઉલ્લેખનિ છે કે ગઇકાલે જીદ્ગદ્ભમાં ૪ વિદ્યાર્થી, ૧ શિક્ષક કોરોના સંક્રમિત થયા હતા. જેમાં ૧૧ વિદ્યાર્થી, ૩ શિક્ષક કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તથા લગ્નમાં ગયેલ વૃદ્ધ અને ૩ વર્ષની બાળકી કોરોના સંક્રમિત થયા છે.
