પેલેસ્ટિનિયન
પેલેસ્ટિનિયન ઇમામનું કહેવું છે કે મુસ્લિમ શાસકોના કારણે જ કોરોના જેવી આફત આવી છે, તેથી તમામ મુસ્લિમોએ તેમની સામે એક થવું જાેઈએ. તેમણે કહ્યું કે ક્રૂર શાસકો સામે વ્યક્તિગત અને સામૂહિક રીતે તમામ મુસ્લિમોના પ્રયાસોને એક કરવા જરૂરી છે. આ શાસકો આપણા પર આ આફત લાવ્યા છે. શેખ ઈસ્સામ અમીરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે અને લોકો તેની ટીકા કરી રહ્યા છે. અમેરિકન લેખક રોબર્ટ સ્પેન્સરે પણ એક ટિ્વટ કર્યું છે. તેમણે પોતાના ટિ્વટમાં લખ્યું, ‘અલ-અક્સા મસ્જિદના મુસ્લિમ વિદ્વાન કહ્યું- અલ્લાહે ઈઝરાયેલ અને સમલૈંગિકતાને કારણે ઓમિક્રોન વેરિઅન્ટ મોકલ્યો’ અમેરિકન મેગેઝિન રેમ્પાર્ટ્સના એડિટર ડેવિડ હોરોવિટ્ઝે રોબર્ટ સ્પેન્સરના ટિ્વટને રિટ્વીટ કરતા લખ્યું, ‘ઘાતક ધર્માંધતા.’ ટિ્વટર યુઝર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સરહત નામના યુઝરે લખ્યું, ‘તે ૫મી સદીમાં જીવે છે.’ કેટાલિના નામના યુઝરે ટોણા મારતા લખ્યું, ‘આ લોકો કોમેડિયન કરતા સારા છે.’ આ પહેલીવાર નથી કે જ્યારે શેખ ઈસમ અમીરાએ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા વર્ષ ૨૦૨૦માં તેણે પોતાના વિવાદિત નિવેદનને કારણે જેલ પણ જઈ ચૂક્યા છે. હકીકતમાં, ઇઝરાયલની પોલીસે પ્રોફેટ મોહમ્મદનું કાર્ટૂન બનાવવા માટે ફ્રેન્ચ શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા અને શિરચ્છેદની પ્રશંસા કર્યા પછી તેની ધરપકડ કરી હતી. તેને અલ-અક્સા મસ્જિદમાં પણ છ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં જ્યારે તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના દેશોની મુલાકાતે હતા ત્યારે પણ અમીરાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અહીંના નેતાઓએ ટ્રમ્પને આવકારતાં કહેવું જાેઈએ, ‘ચાલ્યા જાવ! તમારા માટે અમારી પાસે માત્ર અમારી તલવારો છે.’પેલેસ્ટાઈનના ઈસ્લામિક ઈમામ શેખ ઈસ્સામ અમીરાએ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઈઝરાયેલના મુસ્લિમ શાસકોના ખોટા વર્તનને કારણે કોરોના વાયરસ અલગ-અલગ સ્વરૂપોમાં ફેલાઈ રહ્યો છે. જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે શાસકો સમલૈંગિકતાને મંજૂરી આપે છે અને નારીવાદી સંગઠનોને અનુસરે છે, તેથી કોરોના ઓમિક્રોન સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. સંબોધનનો વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં અમીરા લોકોની વચ્ચે ઊભા છે અને મુસ્લિમ શાસકો અને મીડિયાને નિશાન બનાવી રહ્યા છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે આ આફત સર્જનાર શાસકો સામે તમામ મુસ્લિમોએ એક થવું જાેઈએ. તેઓ એમ પણ કહેતા જાેવા મળે છે કે જાે સરકાર અને મીડિયા લોકોને વાયરસ વિશે નહીં જણાવે તો આ વાયરસ ફેલાશે નહીં. વીડિયોમાં અમીરા કહે છે, ‘આ નફરત શા માટે ફેલાઈ છે? શા માટે કોરોના વાયરસ ઓમિક્રોન વેરિઅન્ટ સાથે ફેલાય છે? આ કયા નામો છે, આ રોગ, જે આપણા પૂર્વજાે જાણતા ન હતા? કારણ સ્પષ્ટ છે. લોકોમાં અનૈતિકતા આટલી હદે ક્યારેય ફેલાઈ નથી કે તેઓ બધાને કેતા ફરે. તો પછી આ બધી વાતો કોણે ફેલાવી? સામાન્ય લોકો? ના, આ મીડિયાનું કામ છે, જે આ વાતો દરેકને કહે છે. તેઓએ મુસ્લિમ શાસકો પર નિશાન સાધતા કહ્યું, ‘આ આપણા શાસકોને કારણે ફેલાય છે જેઓ સમલૈંગિકતાને મંજૂરી આપે છે અને પ્રોત્સાહિત કરે છે. તે આપણા શાસકોને કારણે ફેલાય છે જેઓ નારીવાદી સંગઠનોને અનુસરે છે, ઝ્રઈડ્ઢછઉ (મહિલાઓ સામેના ભેદભાવ દૂર કરવા માટેની સમિતિ) મહિલાઓ સામેના તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવા માટેનું સંમેલન) અને લૈંગિક મુદ્દાઓ પર વાત કરે છેપ આ બધા રોગોના ફેલાવાના આશ્રયદાતા છે, જે આપણા પૂર્વજાેમાં અસ્તિત્વમાં ન હતા.
