ડેસર પોલીસે નવા સિહોરા ગામ નજીક આવેલા ખોડીયાર નગર વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ સહિત કુલ ₹2,74,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાના-પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા.
આ દરોડા દરમિયાન જુગારના કેસમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ડેસર પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે ડેસર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

