,પંજાબ
પંજાબના ૨૨ ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ ૨૨ ખેડૂત સંગઠનો પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની આગેવાની કરનાર જીદ્ભસ્એ સ્પષ્ટતા કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા નથી. ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું હતું કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે અને ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ)ના બલબીર સિંહ રાજેવાલ સંયુક્ત સમાજ મોરચાના નેતા હશે. રાકેશ ટિકૈતે મ્દ્ભેંની ચૂંટણી લડવાની સંભાવનાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે ‘તેઓ ન તો કોઈ ચૂંટણી લડશે કે ન તો કોઈ પક્ષ બનાવશે.’ તેણે કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે નહીં. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મ્દ્ભેંનું સ્ટેન્ડ શું હશે, તો તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી જ તેઓ ભાવિ વ્યૂહરચના જાહેર કરશે. મ્દ્ભેં ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે જુલાઈમાં મુઝફ્ફરનગરના સિસૌલીમાં કહ્યું હતું કે, ‘તમામ રાજકીય પક્ષોને જુઓ. જ્યારે તેમની સરકાર આવે છે ત્યારે તેઓ ખેડૂતોનું સાંભળતા નથી. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મ્દ્ભેં પોતાનો ઉમેદવાર ઉતારશે. કિસાન ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. સમાજવાદી પાર્ટી (જીઁ)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતને એસપી સાથે આગામી વિધાનસભા ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ મ્દ્ભેંના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા તેને ઠુકરાવી દેવામાં આવ્યું હતું.ખેડૂત નેતાઓ બલબીર સિંહ રાજેવાલ અને હરમીત સિંહની પંજાબ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત બાદ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે તે પંજાબના ખેડૂત નેતાઓનો વ્યક્તિગત ર્નિણય છે. સંયુક્ત કિસાન મોરચાને તેની સાથે કોઈ લેવાદેવા નથી અને તે પંજાબમાં ચૂંટણી લડી રહેલા ખેડૂત નેતાઓ માટે પ્રચાર કરવા જશે નહીં.