મેઘપર (પડાણા) પોલીસે મોડપર અને કાનાલુસ ગામમાં બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 શખ્સોને પકડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ ₹38,770 રોકડા અને ગંજીપત્તાના પાનાં જપ્ત કર્યા હતા. મોડપરની વાડી સીમમાંથી પોલીસે જેશાભાઈ દેવાતભાઈ વરૂ, વેજાણંદ વિરાભાઈ આંબલીયા, સાજણભાઈ રણમલભાઈ કનારા, સંદીપ બાબુભાઈ તરાવીયા, ભીખુભાઈ આલાભાઈ ગોજીયા અને હમીરભાઈ ભીખાભાઈ કેસરીયા સહિત 6 શખ્સોને ઝડપ્યા હતા. તેમની પાસેથી ₹27,610 રોકડા કબજે કરાયા હતા.
જ્યારે કાનાલુસ ગામમાં પાણીના ટાંકા પાસે દરોડા દરમિયાન શબીર કાસમભાઈ સાટી, કરીમ સમસુદીનભાઈ જીનાણી, પ્રવિણપરી મનુપરી ગુસાઈ, સાગર અભેસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ વાઘજીભાઈ કચ્છવા અને સૌકત નઝરઅલી જીનાણી સહિત 6 શખ્સો પકડાયા હતા. તેમની પાસેથી ₹11,160 રોકડા મળ્યા હતા. આ બંને કેસમાં મેઘપર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

