હોકીમાં, ભારતની મહિલા ટીમે સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આજે બપોરે ચીનના મોકી ખાતે રમાયેલી ફાઇનલમાં ચીનને ૧-૦થી હરાવ્યું હતું. સાનિકા ચંદ્રકાંત માનેએ ૧૭મી મિનિટમાં મેચનો એકમાત્ર ગોલ કરીને ભારતને વિજય અપાવવામાં મદદ કરી હતી. આ જીત સાથે ભારતે જુનિયર એશિયા કપના ખિતાબની હેટ્રિક પૂરી કરી છે; અગાઉ ભારતે ૨૦૨૩ અને ૨૦૨૪માં પણ આ ચેમ્પિયનશિપ જીતી હતી.

