ભાવનગર પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને શહેરમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી દારૂ બનાવવાના કારસાનો પર્દાફાશ કરીને કુલ ૩ શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક રેલવે કર્મચારી પણ શામેલ હોવાનું સામે આવતા સરકારી વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂ બનાવવાનું સાહિત્ય પણ જપ્ત કર્યું છે.
તેમજ આ મામલે પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા કડક સુરક્ષા વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને આ રેકેટમાં સામેલ અન્ય લોકોની પૂછપરછ કરવા માટે પોલીસે કોર્ટ પાસે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મુદ્દામાલ અને કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે તમામ આરોપીઓ ૧૮ સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ હેઠળ રહેશે, જ્યાં પોલીસ તેમની કડક પૂછપરછ અને તપાસ કરવામાં આવશે.

