National

‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ‘ હેઠળ DRI દ્વારા 362 MT થી વધુ પાકિસ્તાની મૂળની સુકી ખારેક જપ્ત કરવામાં આવી

પાકિસ્તાનમાંથી આયાત પર ભારતના પ્રતિબંધને દૂર કરવાના પ્રયાસો પર એક નોંધપાત્ર કડક કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ ૩૬૨ મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સુકી ખારેક જપ્ત કરી છે.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRIના અધિકારીઓએ ઝ્રહ્લજી અંબડ, નાસિક ખાતે મુંબઈ સ્થિત એક પેઢી દ્વારા આયાત કરવામાં આવેલી સુકી ખારેકના ૧૩ કન્ટેનર અટકાવ્યા હતા. આ માલ જેબેલ અલી, યુએઈ થી આવ્યો હતો, જેમાં આયાત દસ્તાવેજાેમાં મૂળ દેશ તરીકે યુએઈ દર્શાવવામાં આવ્યું હતું.

આ બાબતે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે માલનું પાકિસ્તાની મૂળ છુપાવવા માટે કાળજીપૂર્વક ગોઠવેલી ટ્રાન્સશીપમેન્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુકી ખારેક શરૂઆતમાં કરાચી બંદર, પાકિસ્તાનથી જેબેલ અલી બંદર, યુએઈ ખાતે એક જહાજ પર કન્ટેનરના એક સેટમાં મોકલવામાં આવી હતી. જેબેલ અલી ખાતે, માલને માત્ર ટ્રાન્સશીપ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાની નાગરિકો દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા આગળ ભારતમાં મોકલવા માટે કન્ટેનરના બીજા સેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને બીજા જહાજ પર લોડ કરવામાં આવ્યો હતો.

પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, ડ્ઢય્હ્લ્ નોટિફિકેશન નં. ૦૬/૨૦૨૫-૨૬ તારીખ ૨ મે ૨૦૨૫ દ્વારા ૨ મે ૨૦૨૫થી અમલમાં આવે તે રીતે પાકિસ્તાનમાં ઉત્પાદિત અથવા ત્યાંથી નિકાસ કરાયેલ તમામ માલની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આયાત કે ટ્રાન્ઝિટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. તેના જવાબમાં, DRI, “ઓપરેશન ડીપ મેનિફેસ્ટ” હેઠળ, ત્રીજા દેશના રૂટીંગ દ્વારા ભારતમાં આયાત કરવાનો પ્રયાસ કરાતા પાકિસ્તાની મૂળના માલસામાનને સતત ઓળખી રહ્યું છે, અટકાવી રહ્યું છે અને જપ્ત કરી રહ્યું છે.

આ જપ્તી ખોટી ઘોષણા, ટ્રાન્સશીપમેન્ટ અને દસ્તાવેજાેમાં ચાલાકી દ્વારા વેપાર પ્રતિબંધોને દૂર કરવા માગતા અત્યાધુનિક નેટવર્ક્સને ઓળખવા, ખોરવી નાખવા અને નાબૂદ કરવા માટે DRI ના સતત સંકલ્પને રેખાંકિત કરે છે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ થાય અને સપ્લાય ચેઇનની અખંડિતતા સુધરે.