વૈજ્ઞાનિકોને ચંદ્ર પર એક મોટો નવો ખાડો (ક્રેટર) મળ્યો છે, જે ‘સદીમાં એકવાર‘ થતી ટક્કરને કારણે રચાયો હોવાનું માનવામાં આવે છે. ‘મેકગેટચિન‘ નામનો આ ખાડો ૭૨૮ ફૂટ (૨૨૨ મીટર) પહોળો અને ૧૪૧ ફૂટ (૪૩ મીટર) ઊંડો છે અને તેની જાણકારી નાસાના ‘લ્યુનર રિકોનિસન્સ ઓર્બિટર‘ (ન્ઇર્ં) દ્વારા મળી હતી.
આ ખાડાનું નામ ચંદ્ર અંગે સંશોધન કરનારા અગ્રણી વૈજ્ઞાનિક ટોમ મેકગેટચિનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના મતે સમગ્ર સૌર મંડળમાં અત્યાર સુધીમાં શોધાયેલો આ સૌથી મોટો નવો રચાયેલો ખાડો છે. ‘સાયન્સ એડવાન્સીસ‘ જર્નલમાં આ શોધ વિશે સંશોધન પત્ર પ્રકાશિત કરનારા સંશોધકોના જણાવ્યા અનુસાર, જે ટક્કરને કારણે આ ખાડો રચાયો તે ઘટના ૧૧ એપ્રિલ અને ૨૨ મે, ૨૦૨૪ની વચ્ચે ક્યારેક બની હોઈ શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લગભગ બે અમેરિકન ફૂટબોલ મેદાન જેટલા કદનો આ ખાડો, ચંદ્ર સાથે અથડાયેલા ધૂમકેતુ અથવા લઘુગ્રહ (એસ્ટરોઇડ)ને કારણે રચાયો હોઈ શકે છે, જેનું કદ આશરે ત્રણથી છ માળની ઇમારત જેટલું હતું.
ન્ઇર્ં પ્રોબ (જે ૨૦૦૯થી ચંદ્રનો અભ્યાસ કરી રહ્યું છે) દ્વારા આ ખાડો “ઘેરા વલય (રટ્ઠર્ઙ્મ)થી ઘેરાયેલા એક મોટા તેજસ્વી ટપકા” તરીકે જાેવા મળ્યો હતો.
નાસાના વૈજ્ઞાનિકો દ્વારા ‘નિયમિત ડેટા-ક્વોલિટી ચેક‘ (માહિતીની ગુણવત્તાની ચકાસણી) દરમિયાન આ શોધ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન, નાસાના ન્ઇર્ં સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક રોબર્ટ વેગનરે તેમના કમ્પ્યુટર સ્ક્રીન પર ચંદ્રના વિશાળ નકશાનું નિરીક્ષણ કર્યું. તેમને એક અસામાન્ય રીતે મોટું અને તેજસ્વી ટપકું દેખાયું જેની આસપાસ ઘેરા રંગનું વલય હતું; આ દ્રશ્યએ તેમનું ધ્યાન ખેંચ્યું કારણ કે તે સૂચવતું હતું કે તે વિસ્તારમાં સપાટી પરના પદાર્થોમાં હલચલ થઈ હતી, તેમ નાસાએ નિવેદનમાં જણાવ્યું હતું.
વેગનરે કહ્યું, “હું તરત જ અટકી ગયો, બાકીનું બધું કામ છોડી દીધું અને તે ટપકું શું હતું તે તપાસવાનું શરૂ કર્યું.”
ત્યારબાદ વેગનરે ચંદ્રની ‘પહેલાંની‘ અને ‘પછીની‘ તસવીરોની સરખામણી કરી અને તેમને સમજાયું કે તેમણે સૌર મંડળમાં અત્યાર સુધી શોધાયેલો સૌથી મોટો અને નવો રચાયેલો ખાડો શોધી કાઢ્યો છે.
વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આટલી તીવ્રતાની ટક્કર ચંદ્ર પર સદીમાં એકવાર અથવા તેનાથી પણ લાંબા ગાળે થાય છે.
જાેકે ચંદ્ર પર અસંખ્ય ખાડાઓ છે અને તેમાંથી ઘણા મેકગેટચિન કરતાં પણ ઘણા મોટા છે, તેમ છતાં ખાડાની રચનાની પ્રક્રિયાનો વાસ્તવિક સમયમાં (િીટ્ઠઙ્મ-ંૈદ્બી) અભ્યાસ કરવાથી ચંદ્રના ભૂસ્તરશાસ્ત્રને સમજવામાં મદદ મળી શકે છે.
આનાથી ચંદ્ર પરના ભાવિ માનવસહિત મિશનની તૈયારીઓ વધુ સારી રીતે થઈ શકશે, જેનું આયોજન હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બંને દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પૃથ્વીથી વિપરીત, ચંદ્ર પર વાતાવરણનું કોઈ સ્તર લગભગ અસ્તિત્વમાં નથી; તેથી, અવકાશી કચરો તેની સપાટી સાથે અથડાય તે પહેલાં ધીમો પડતો નથી કે બળી જતો નથી.

