પશ્ચિમ અરબી સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના જહાજ, ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ વચ્ચેની ટક્કર અંગે ભારતના વિરોધ પર પાકિસ્તાને આપેલો જવાબ ભારતે ફગાવ્યો
ભારતે પશ્ચિમ અરબી સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના જહાજ ‘પીએનએસ હુનૈન‘ અને ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ ‘આઈએનએસ કોલકાતા‘ વચ્ચે થયેલી ટક્કર અંગેના વિરોધ પર પાકિસ્તાનના જવાબને ફગાવી દીધો છે અને પાકિસ્તાની આક્ષેપો તથા સંકેતોને “સ્પષ્ટપણે” અસ્વીકાર્ય ગણાવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતને પાકિસ્તાન તરફથી “એ જ જૂની ટાળમટોળ”ની અપેક્ષા હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે ‘આઈએનએસ કોલકાતા‘ નિયમિત તૈનાતી પર હતું.
શુક્રવારે વિદેશ મંત્રાલયની નિયમિત પ્રેસ બ્રીફિંગમાં જયસ્વાલે કહ્યું, “અમે નોંધાવેલા વિરોધ પર પાકિસ્તાનનો જવાબ જાેયો છે. આ એ જ જૂની ટાળમટોળ છે જેની અમને અપેક્ષા હતી. તેમાં કરવામાં આવેલા આક્ષેપો અને સંકેતોને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. ‘આઈએનએસ કોલકાતા‘ પશ્ચિમ અરબી સમુદ્રમાં નિયમિત તૈનાતી પર હતું ત્યારે પાકિસ્તાની નૌકાદળના જહાજ ‘પીએનએસ હુનૈન‘એ સમુદ્રમાં અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક વર્તન કર્યું, જેના પરિણામે ટક્કર થઈ.”
જયસ્વાલે કહ્યું, “‘પીએનએસ હુનૈન‘ દ્વારા જાેખમી રીતે ઓવરટેક કરવાની કાર્યવાહી એ એપ્રિલ ૧૯૯૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયત, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગેની અગાઉથી જાણ કરવાની સમજૂતીની કલમ ૧૦નું ગંભીર ઉલ્લંઘન હતું.”
તેમણે ઉમેર્યું: “આ કલમ નિર્ધારિત કરે છે કે સમુદ્રમાં નૌકાદળના જહાજાે એકબીજાની ત્રણ નોટિકલ માઈલની અંદર ન આવવા જાેઈએ. વધુમાં, પાકિસ્તાની જહાજે સમુદ્રમાં ટક્કર રોકવા માટેના આંતરરાષ્ટ્રીય નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની પક્ષને ફરી એકવાર સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે, તેમના તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જાેઈએ અને બંને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જાેગવાઈઓનું સન્માન કરવું જાેઈએ. આ ઘટનાથી ‘આઈએનએસ કોલકાતા‘ને કોઈ મોટું નુકસાન થયું નથી અને તે સમુદ્રમાં જ છે.”
અરબી સમુદ્રમાં બિનવ્યાવસાયિક અને અસુરક્ષિત રીતે દાવપેચ કર્યા બાદ પાકિસ્તાની યુદ્ધજહાજની ભારતીય અગ્રણી યુદ્ધજહાજ સાથે ટક્કર થવાની ઘટના અંગે ભારતના સખત વિરોધ અને પાકિસ્તાનના જવાબના બે દિવસ બાદ જયસ્વાલની આ ટિપ્પણીઓ આવી છે.
અગાઉ મીડિયા એ આ બાબતથી વાકેફ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ૧૫ સપ્ટેમ્બરની સાંજે, પાકિસ્તાની નૌકાદળનું એક જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ મિશન પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી યુદ્ધજહાજની ખૂબ નજીક ઝડપથી આવી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની જહાજે બિનવ્યાવસાયિક અને અસુરક્ષિત રીતે દાવપેચ કર્યા હતા અને તેના કારણે ટક્કર થઈ હતી. બુધવારે એક નિવેદનમાં ભારતે જણાવ્યું હતું કે, તેણે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના ‘ચાર્જ ડી અફેર્સ‘ (વચગાળાના વડા) સમક્ષ નૌકાદળના એક યુનિટના “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક વર્તન” અંગે સખત વિરોધ નોંધાવ્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, “પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને સલાહ આપવામાં આવી હતી કે તેઓ સંબંધિત પાકિસ્તાની સત્તાવાળાઓને જણાવે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે તમામ લશ્કરી એકમોએ યોગ્ય સાવચેતી રાખવી જાેઈએ અને બંને પક્ષો વચ્ચેના સંબંધિત કરારોની જાેગવાઈઓનું સન્માન કરવું જાેઈએ.”
તે જ દિવસે, અહેવાલો અનુસાર પાકિસ્તાને પણ ઈસ્લામાબાદમાં ભારતના ચાર્જ ડી અફેર્સને બોલાવ્યા હતા અને ભારતના નૌકાદળના જહાજ દ્વારા કરવામાં આવેલી “અત્યંત ઉશ્કેરણીજનક અને અસ્વીકાર્ય” કાર્યવાહી સામે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૈંદ્ગજી કોલકાતાને કોઈ મોટું નુકસાન થયું નથી અને તે સમુદ્રમાં તૈનાત છે.

