Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે કિસાન મોરચા ગુજરાત દ્વારા ‘આર્ત્મનિભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમનો શુભારંભ

લગભગ ૫૦૦ યુવાનોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન

ખેતીને નવી ટેક્નોલોજી સાથે જાેડવા અને કૃષિ આધારિત વ્યવસાયને ખેડૂતહિતનું માધ્યમ બનાવવાનો ૫૦૦ યુવાનો દ્વારા લેવાયો સંકલ્પ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના શુભ અવસરે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કર્ણાવતીના ગુલબાઈ ટેકરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ખાતે કિસાન મોરચા ગુજરાતના ‘આર્ત્મનિભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ નામના નવતર અને સફળ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાના નેતૃત્વ હેઠળ, કિસાન મોરચા ગુજરાતના એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘આર્ત્મનિભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ સફળ પ્રયોગના માધ્યમથી યુવાનો અને ખેડૂતોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન (વેલ્યૂ એડિશન) તેમજ સરકારની ઉદ્યોગ, કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોની વિવિધ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લગભગ ૫૦૦ યુવાનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

કાર્યક્રમના ‘શૂન્યમાંથી સર્જન – યુવા ઉદ્યોગસાહસિક’ સત્રમાં યુવા ઉદ્યોગસાહસિક અને વોટરવેલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દીપ કોઠડીયાએ પોતાના વ્યવસાયિક પ્રવાસના અનુભવો રજૂ કર્યા હતા. વિવિધ વિષય નિષ્ણાતોએ યુવાનોને ઉદ્યોગની શરૂઆત, કૃષિ આધારિત વ્યવસાય, મૂલ્યવર્ધન અને સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ સહાય તથા યોજનાઓ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. ક્વિઝ અને પ્રશ્નોત્તરીના માધ્યમથી યુવાનોએ નિષ્ણાતો સાથે સીધો સંવાદ કર્યો હતો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળનાના યુવાનોએ ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન અને સરકારી સહાયના વિષયને કેન્દ્રમાં રાખીને પ્રેરક નાટક રજૂ કર્યું હતું. નાટ્યપ્રસ્તુતિ દ્વારા યોગ્ય વિચાર, માર્ગદર્શન, પરિશ્રમ અને સરકારી સહાયના ઉપયોગથી યુવાનો કેવી રીતે સફળ ઉદ્યોગસાહસિક બની શકે તેનો સરળ અને અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે લગભગ ૫૦૦ યુવાનોએ ખેતીને નવી ટેક્નોલોજી સાથે જાેડવા તથા કૃષિ આધારિત વ્યવસાયને ખેડૂતોના વ્યાપક હિતનું માધ્યમ બનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો.

એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલના સંયોજક શ્રી ડૉ. વિનુ રામાણીએ જણાવ્યું હતું કે, યુવાનો કૃષિ આધારિત ઉદ્યોગો થકી આર્ત્મનિભર બને અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં પાયાની ઈંટ બને, તે માટે કિસાન મોરચો તેમના મનમાં ઉદ્યોગસાહસિકતાનું બીજ વાવવા આવ્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતી કે, આજે કેરી ખાવી હોય તો ૪-૫ વર્ષ પેલા આંબો વાવવો પડે; તેમ સફળતા અને આર્ત્મનિભરતા માટે વ્યવસાયનું બીજ આજથી જ મનમાં વાવો.

સેલના સહ-સંયોજક શ્રી મહેશ પટેલે જણાવ્યું હતું કે, લગભગ ૫૦૦ યુવાનોની ઉત્સાહભરી ભાગીદારી આ પ્રયોગની સફળતા દર્શાવે છે. નિષ્ણાતો સાથેના સીધા સંવાદથી યુવાનોને કૃષિ અને ઉદ્યોગની નવી તકો અંગે ઉપયોગી તથા વ્યવહારુ સમજ મળી છે.

આ કાર્યક્રમ અંગે પાઠવેલા પોતાના સંદેશમાં કિસાન મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આર્ત્મનિભર અને વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિ તથા ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખ્યા છે. કિસાન મોરચા ગુજરાતના એગ્રીકલ્ચર રિસર્ચ અને રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા શરૂ કરવામાં આવેલો ‘આર્ત્મનિભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ પ્રયોગ યુવાનો અને ખેડૂતોને ઉદ્યોગસાહસિકતા, મૂલ્યવર્ધન, નવી ટેક્નોલોજી તથા સરકારી યોજનાઓ સાથે જાેડવાની દિશામાં એક અર્થપૂર્ણ અને સફળ પહેલ છે. અને વધુમાં જણાવ્યું હતુ કે, આગામી સમયમાં, આ કાર્યક્રમને કિસાન મોરચા દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં કરવામાં આવશે.