Gujarat

વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ અને અંગદાન મહાદાન વિષય પર પરિસંવાદ યોજાયો ૧૦ખેડુત પુત્રો એ કરી અંગદાન ની જાહેરાત

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “પ્રાકૃતિક કૃષિ અને અંગદાન મહાદાન” વિષય ઉપર પરિસંવાદનું આયોજન તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬, ગુરુવારના રોજ ધારી તાલુકાના દિતલા ગામે શેલ નદીના કાંઠે આવેલ દેવાંગી આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી, બાગાયત, ઔષધીય ખેતી, પ્રાકૃતિક ખેતી તેમજ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે નિષ્ણાત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી કરમુર દ્રારા આંબાની ખેતીમાં યોગ્ય માવજત, રોગ-જીવાત નિયંત્રણ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન તથા યોગ્ય બજાર વ્યવસ્થાપન અને વેચાણ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ અને સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

બાગાયત અધિકારી શ્રી વાળા દ્રારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔષધીય ખેતીની વિશાળ શક્યતાઓ, વિવિધ ઔષધીય પાકોની ખેતી થકી ખેડૂતોને મળી શકતા આર્થિક લાભો તથા ઔષધીય પેદાશોના બજાર અને વેચાણની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીડ દ્રારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ, જમીનની ફળદ્રુપતા જાળવવામાં તેનું યોગદાન, ખેતી ખર્ચમાં ઘટાડો અને પ્રાકૃતિક ખેતીથી થતા વિવિધ ફાયદાઓ અંગે ખેડૂતોને સમજ આપી હતી. તેમણે સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ અને સહાય અંગે પણ માહિતી આપી હતી.

આ પ્રસંગે સાસંદ શ્રી ભરતભાઈ સુતરીયા દ્રારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓ, કૃષિ ક્ષેત્રે મળતી સહાય અને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્ય નાણા આયોગના સભ્ય અને અમરેલી જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી અભેસિંહ જી ભાઇ ચૌહાણ દ્રારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખેતી ખેડૂત અને ગામડા માટે વિવિધ યોજના અમલમાં મૂકીને આધુનિક ખેતી તરફ ખેડૂતોને લઈ જવા માટે જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તેની માહિતી આપવામાં આવી હતી આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભુતૈયા, ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ ભગત, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સાવલિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભરત ભાઇ અંટાળા અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી ચેતનભાઇ ધાનાણી, અમરેલી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મૃગેશભાઈ કોટડીયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઇ વાળા, દિવ્યેશભાઈ વેકરીયા,સંગઠનના હોદ્દેદારો, કિસાન મોરચાના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમમાં અંગદાન મહાદાન અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. માનવજીવન બચાવવા તથા મૃત્યુ પછી પણ અન્ય વ્યક્તિને જીવનની નવી તક મળી શકે એટલે જીવન પછીનું પણ જીવન તે માટે અંગદાનના મહત્વ અંગે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે ૧૦ ખેડૂતોએ અંગદાન નો સંકલ્પ લીધો હતો

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નમો ઔષધીય, મિલેટ, પ્રાકૃતિક ખેત ઉત્પાદન ખરીદી, પ્રોસેસિંગ અને માર્કેટિંગ સહકારી મંડળી લી.ના પ્રમુખ શ્રી હિરેન હિરપરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી, ઔષધીય ખેતી અને સરકારી યોજનાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટ, વિપુલભાઈ શેલડીયા, હિતેશભાઈ જાેશી, વિપુલભાઈ બુહા, ધીરુભાઈ માયાણી, રવિરાજ તલાટીયા, અલ્પેશ રાઠોડ, આશિષભાઈ જાેધાણી, રીતેશભાઈ સોની, ભરતભાઈ વેકરીયા, મહેન્દ્રભાઈ વ્યાસ આભાર વિધિ ધારી તાલુકા યુવા ભાજપના પ્રમુખ શ્રી નિલેશ હિરપરાએ કરી હતી.