Gujarat

સરકારના 11.86 લાખ ઈસનપુરના પિતા-પુત્રે અંગત ઉપયોગમાં લીધા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી નેશનલ શોર્ટિંગ હબમાં ભારતીય ચલણની 2000ની નોટ આરબીઆઈની ઓફિસમાં જમા કરાવવાના રૂ. 11.86 લાખના Insured આર્ટિકલ પોસ્ટ વિભાગમાં જ ફરજ બજાવતા પિતા પુત્ર દ્વારા અંગત ઉપયોગમાં પોતાની પાસે રાખ્યા હતા ત્યારબાદ તેઓએ 13.12 લાખ રૂપિયા પરત સરકારી તિજોરીમાં જમા પણ કરાવ્યા છે જોકે સરકારી મિલકતનો ઉપયોગ કર્યો હોવા અને લઈને તેઓ વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નેશનલ સોર્ટીંગ હબના ઈન્સ્યોર્ડ આર્ટિકલ સાથે જોડાયેલો મામલો ઈસનપુરની તપોભૂમિ સોસાયટીમાં રહેતા દર્શન તપસ્વીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નટવરલાલ પંડ્યા અને તેના પુત્ર યશ પંડ્યા વિરુદ્ધ 11.86 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. દર્શન નેશનલ સોર્ટીંગ હબમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને હબમાં આવતા પાર્સલ તથા સ્પીડ પોસ્ટ આર્ટિકલના સુપરવિઝનની જવાબદારી સંભાળે છે.

આ સમગ્ર મામલો વર્ષ 2023થી 2026 દરમિયાન નેશનલ સોર્ટીંગ હબમાં આવેલા ઈન્સ્યોર્ડ આર્ટિકલ સાથે જોડાયેલો છે. પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2023થી 2026 દરમિયાન નટવર રાઠોડ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમના નેજા હેઠળ નટવરલાલ પંડ્યા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.

ચીફ પોસ્ટ માસ્ટર જનરલે તપાસ કરાવતાં ભાંડો ફૂટ્યો પુત્ર યશ પંડ્યા ગ્રામીણ ડાક સેવક તરીકે કામગીરી કરતો હતો. 13 ઓક્ટોબર 2023ના રોજ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટ દ્વારા સરક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકોએ પોતાની પાસે રહેલી બે હજાર રૂપિયાની ચલણી નોટ આરબીઆઈની ઓફિસમાં જમા કરાવવા માટે ઈન્સ્યોર્ડ આર્ટિકલ બુક કરાવ્યા હતા. આ આર્ટિકલ શાહીબાગ નેશનલ સોર્ટીંગ હબ ખાતે આવતા હતા. જોકે, કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે તેમણે બુક કરાવેલા આર્ટિકલ આરબીઆઈ સુધી પહોંચ્યા નથી. ચીફ પોસ્ટ માસ્ટર જનરલે તપાસ ટીમ બનાવી હતી.