અમદાવાદના હંસપુરામાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર નરોડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટનો ડેટા મેળવીને બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટ કરવાના બહાને ઈ-મેલ કરતા હતા.
જો કોઈપણ વ્યક્તિ રીપ્લાય આપે તો સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડની વિગત મેળવીને અમેરિકન નાગરિકના બેંક ખાતામાંથી પૈસા કાપીને બિટકોઈન સ્વરૂપે મેળવી ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા હતા અને આંગડિયા પેઢીથી પૈસા મેળવી લેતા હતા. બે યુવતી સહિત સાત લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના નામ
- જીગેશ ઝાલાહાર
- દેવાંગ સપકાલ
- સુશીલ તોમર
- દેવ વૈષ્ણવ
- ઇમ્તીહેન ચાર્મ્યાડ
- પ્રીતિ પટેલ
- વૈશાલી વેધાની

