પંચમહાલ જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ગોધરા ટીમે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેરોલ સ્ટેશન ખાતે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બે મોબાઇલ દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને મોબાઇલ વેચાણનું રજિસ્ટર યોગ્ય રીતે રાખ્યું ન હતું.
આ બંને દુકાનદારો સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) ની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી મોબાઇલ વેચાણના નિયમોનું પાલન ન કરવા બદલ કરવામાં આવી છે.
SOG શાખાના પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહની ફરિયાદ મુજબ, ડેરોલ સ્ટેશન પર આવેલી ‘સાંઇ મોબાઇલ શોપ’ પર તપાસ કરાઈ હતી. દુકાન સંચાલક સુરેશકુમાર ગણપતભાઈ ચૌહાણ (રહે. આથમણુ ફળીયુ, મોકળ, તા. કાલોલ) હાજર મળ્યા હતા.
નવા અને જૂના મોબાઇલ ફોન વેચાણ અંગેનું રજિસ્ટર માંગતા તે યોગ્ય રીતે નિભાવેલું ન હતું. બિલ બુક મુજબની એન્ટ્રીઓ પણ ઓછી હતી. આથી, પંચમહાલ ગોધરાના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નં. એમએજી/જાહેરનામુ/૨૬૦૧-૨૬૨૧/૨૬ (તા.૧૪/૦૯/૨૦૨૬) નો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો દાખલ કરાયો છે.
બીજી તરફ, SOG શાખાના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પરસોત્તમભાઇની ફરિયાદ પરથી ડેરોલ સ્ટેશનની ‘રાજ મોબાઇલ શોપ’ પર તપાસ કરાઈ. દુકાનના સંચાલક પંકજકુમાર જીગ્નેશભાઇ જયસ્વાલ (રહે. ડેરોલ સ્ટેશન, તા. કાલોલ) ત્યાં હાજર હતા.

