શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ આ વર્ષે તેનું ૩૦મું વર્ષ ઉજવી રહ્યો છે. આ મહોત્સવ પર્યાવરણની જાળવણીનો અનોખો સંદેશ આપે છે અને દર વર્ષે ઇકો-ફ્રેન્ડલી આયોજન કરે છે.

કેન્દ્ર ગ્રુપ દ્વારા દ્વારકા પાસે આવેલા પવિત્ર ગોપી તળાવની માટી લાવીને ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે. પર્યાવરણનું પૂરું ધ્યાન રાખીને ગણેશજીના શરીર પર લગાવવામાં આવેલા મોદક પણ ખાસ માટીમાંથી જ બનાવ્યા છે.

આ ઉપરાંત, દેશના રાષ્ટ્રીય પ્રતીકો આધારિત પ્રતિકૃતિઓ પણ રજૂ કરવામાં આવી છે. આયોજક ટીમે અગાઉ પોતાના અનોખા કામો બદલ 8 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ અને 14 લિમ્કા બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પર્યાવરણની જાગૃતિ અને ધાર્મિક આસ્થાનો સમન્વય કરતી આ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

