ચીન
વર્તમાન અભિયાનની મદદથી અંતરિક્ષ પહોંચેલા અંતરિક્ષયાત્રીઓ તિઆન્હે પર એસેમ્બલ થનારી આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સના ટેસ્ટ કરશે અને વિવિધ વૈજ્ઞાાનિક પ્રયોગો કરશે. મિશન કમાન્ડર ઝિઆ ઝિઆંગ (૫૫) ચીનની ૧૯૯૦ની પ્રથમ અંતરિક્ષયાત્રી ટ્રેનીની પ્રથમ બેચના છે. ગ્રામીણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો.અંતરિક્ષ મથક ઊભું કરવા તૈયાર થયેલા ત્રણ મોડયૂલને ચીને તિઆન્હે નામ આપ્યું છે. તિઆન્હેને લઇને રોકેટ એપ્રિલ મહિનામાં લોન્ચ થયું હતું. તે સાથે જ ચીને અંતરિક્ષ મથક ઊભું કરવાની કામગીરીનો આરંભ કર્યો હતો. તિઆન્હે સિટી બસ જેટલું કદ ધરાવે છે. ચીન દ્વારા ઊભા થનારા અંતરિક્ષ મથકનું તે રહેણાક સ્થાન બની રહેશે. ચીન વર્ષ ૨૦૨૨ સુધીમાં અંતરિક્ષ મથક ઊભું રખવાની નેમ ધરાવે છે. શોનઝોઉ-૧૩ તે બીજું સમાનવ મિશન હતું. પ્રથમ સમાનવ અભિયાન સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવ્યું હતું. તે રાહે અન્ય ત્રણ અંતરિક્ષયાત્રી તિઆન્હે પર ૯૦ દિવસનું રોકાણ કરવાના છે.ચીને ૧૬ ઓક્ટોબરના રોજ ત્રણ અંતરિક્ષ યાત્રીઓને લઇને રોકેટ લોન્ચ કર્યું હતું . બે પુરુષ અને એક મહિલા અંતરિક્ષયાત્રીએ તે સાથે જ ચીન દ્વારા ઊભા થઇ રહેલા ભાવિ અંતરિક્ષ મથકના મોડયૂલ ભણી રવાનગી કરી હતી. ત્રણેય અંતરિક્ષયાત્રી ત્યાં છ મહિના રોકાણ કરશે. ચીની અંતરિક્ષયાત્રીઓ દ્વારા અંતરિક્ષમાં થનારું આ સૌથી લાંબાગાળાનું રોકાણ બની રહેશે. લોંગ માર્ચ-૨એફ રોકેટે શેન્ઝોઉ(દૈવી વાહન) સ્પેસક્રાફ્ટનું વહન કરતાં ગાન્સુ પ્રાંતના જિક્યુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતેથી રવાનગી કરી હતી. શેન્ઝોઉ અંતરિક્ષ યાન સફળતાપૂર્વક અંતરિક્ષ મથક ખાતે પહોંચ્યું હતું અને અંતરિક્ષયાત્રીઓએ અંતરિક્ષ મથકના કોર મોડયૂલમાં પ્રવેશ કર્યો છે.