કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન બ્યુરો‘ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. આ મામલો ૨૦૦૬માં રોડ નિર્માણ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે, જ્યારે આ ૈંછજી અધિકારી રાજ્યના જાહેર બાંધકામ વિભાગ ના સચિવ હતા.
ચેન્નીથલાએ જણાવ્યું હતું કે આ તપાસનો આદેશ કોંગ્રેસના નેતા અને રાજ્ય એકમના કાર્યકારી સભ્ય મલયાનકીઝુ વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આપવામાં આવ્યો હતો.
આ તપાસ ૨૦૦૬માં કુમાર વિરુદ્ધ કરવામાં આવેલી પ્રાથમિક ફછઝ્રમ્ તપાસનો જ એક ભાગ હશે; તે સમયે તે તપાસ અટકી ગઈ હતી કારણ કે તે જ વર્ષે આ ૈંછજી અધિકારી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર દિલ્હી ગયા હતા.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તપાસનો આદેશ આપવાનો ર્નિણય કાનૂની સલાહ અને મુખ્યમંત્રી વી.ડી. સતીશન સાથેની ચર્ચા-વિચારણા બાદ લેવામાં આવ્યો હતો.
આ તપાસમાં ‘કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ‘ (દ્ભજી્ઁ) હેઠળ ઁછ્ૈં-મ્ઈન્ કન્સોર્ટિયમ દ્વારા સ્ઝ્ર રોડના અપગ્રેડેશનના કામમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોની તપાસ કરવામાં આવશે. કુમાર તે સમયે જાહેર બાંધકામ વિભાગ (ઁઉડ્ઢ) ના સચિવ હતા અને આ પ્રોજેક્ટની દેખરેખ કરતા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મલેશિયન સિવિલ એન્જિનિયર લી સી બીન દ્વારા કુઆલાલંપુરમાં આત્મહત્યા કર્યા બાદ તે સમયે આ આરોપો સામે આવ્યા હતા.
ચેન્નીથલાએ કહ્યું, “બીન દ્વારા બે સુસાઇડ નોટ (આત્મહત્યા પત્ર) લખવામાં આવી હતી – એક તેમના ઉપરી અધિકારીને અને બીજી તેમની પત્નીને. તેમાંથી એક સુસાઇડ નોટમાં જ્ઞાનેશ કુમારનું નામ હતું.”
વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે રોડ આધુનિકીકરણ પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થયો હતો, જેના કારણે ઁછ્ૈં-મ્ઈન્ એ તત્કાલીન રાજ્ય સરકારને ફરિયાદો લખવી પડી હતી. વેણુગોપાલે કહ્યું, “તે સમયે પ્રોજેક્ટ મેનેજર રહેલા બેન, તેમના બિલ સમયસર મંજૂર કરાવવા માટે રાજ્યમાં ઁઉડ્ઢના ઉચ્ચ અધિકારીઓને મળવા ઘણી વખત આવ્યા હતા. તેઓ સબ-કોન્ટ્રાક્ટરો તરફથી ભારે દબાણ હેઠળ હતા. તે સમયના ઁઉડ્ઢ અધિકારીઓ દ્વારા તેમની સાથે અત્યંત ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેમણે કુઆલાલંપુરમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની નોંધમાં જે ઁઉડ્ઢ અધિકારીઓના નામ હતા, તેમાં કુમારનો પણ સમાવેશ થતો હતો.”
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૬માં વી.એસ. અચ્યુતાનંદનના નેતૃત્વ હેઠળની તત્કાલીન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (ન્ડ્ઢહ્લ) સરકાર દરમિયાન પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેના પરિણામે કુમારને ઁઉડ્ઢ વિભાગમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
ચેન્નીથલાએ કહ્યું, “થોડા સમય બાદ, તેમને દિલ્હીમાં ડેપ્યુટેશન મળ્યું અને તેઓ કેરળ છોડીને જતા રહ્યા. તેઓ ક્યારેય રાજ્યમાં પાછા ફર્યા નહીં અને તપાસની પ્રક્રિયા ઠંડી પડી ગઈ.”
૨૦૦૬-૧૧ની ન્ડ્ઢહ્લ સરકાર દરમિયાન ઝ્રઁૈં(સ્)ના નેતા અને નાણામંત્રી રહેલા ટી.એમ. થોમસ આઇઝેકે વિજિલન્સ તપાસનું સ્વાગત કર્યું અને કહ્યું કે ૨૦૦૬માં શું થયું હતું તે દેશને જાણવાની જરૂર છે.
ભૂતપૂર્વ મંત્રીએ કહ્યું, “૨૦૦૬ની વિજિલન્સ તપાસની કેસ ફાઇલો વિભાગ પાસે હોવી જાેઈએ. તેની તપાસ થવી જાેઈએ. જ્યાં સુધી મને ખબર છે, ઁછ્ૈં-મ્ઈન્ તે સમયે પ્રોજેક્ટ ચાલુ રાખવા માંગતું ન હતું અને ભ્રષ્ટાચારની તપાસને કારણે કંપનીનું નામ ખરાબ થવાનો ડર ધરાવતું હતું. પરંતુ આજે સંજાેગો અલગ છે અને લોકો પાસે જે પણ પુરાવા હોય તે સાથે તેઓ આગળ આવી શકે છે.”
કુમાર સામેની આ તપાસ એવા સમયે થઈ રહી છે જ્યારે તેઓ ચૂંટણી પંચમાં એકતરફી ર્નિણયો લેવાના વધતા જતા આરોપોનો સામનો કરી રહ્યા છે. વિરોધ પક્ષો અને ‘કોકરોચ જનતા પાર્ટી‘ (ઝ્રત્નઁ) જેવા રાજકીય દબાણ જૂથોએ તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો કર્યા છે.

