Gujarat

સુરેન્દ્રનગરમાં જનરલ સર્જરીનો નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પ

સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર આવેલી શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે જનરલ સર્જરીના દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ 8 ઓક્ટોબર, 2026ના ગુરુવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ઇમરજન્સી વિભાગમાં યોજાશે.

આ કેમ્પમાં પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત, હરસ-મસા-ભગંદર, સારણગાંઠ, એપેન્ડિક્સ, કિડની-પિત્તાશયની પથરી, પ્રોસ્ટેટની તકલીફ, ચરબીની ગાંઠ, થાઇરોઇડ જેવી સર્જિકલ સમસ્યાઓ માટે નિષ્ણાત ડોકટરો તપાસ કરશે.

ડોક્ટર દ્વારા તપાસ અને રૂટીન લોહીની તપાસો (જેમ કે CBC, S. Creatinine, RBS) નિઃશુલ્ક રહેશે. દવાઓ, એક્સ-રે, સીટી સ્કેન, સોનોગ્રાફી, MRI અને સ્પેશિયલ લોહીની તપાસમાં 50 ટકા સુધી રાહત મળશે.

તપાસ અને સારવાર ડોક્ટરની સલાહ મુજબ જ કરાશે. કેમ્પના દિવસે સવારે ટોકન અપાશે. દર્દીઓને આ સેવાયજ્ઞનો લાભ લેવા નોંધણી કરાવવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે 83243 39076 / 6399 108 106 પર સંપર્ક કરી શકાય છે.