રાજ્યસભામાં નામાંકન મળ્યાના બીજા જ દિવસે કોયલ મલિક સત્તાવાર રીતે ભાજપમાં જાેડાયાં
ભાજપમાં જાેડાયા બાદ હું ભાગ્યશાળી અને આનંદિત અનુભવું છું: કોયલ મલિક
પશ્ચિમ બંગાળમાં આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરાયાના એક દિવસ બાદ, સોમવારે (૫ ઓક્ટોબર) કોલકાતામાં અભિનેત્રી કોએલ મલિક (જેમનું મૂળ નામ રુકમિણી મલિક છે) સત્તાવાર રીતે ભાજપમાં જાેડાયાં.
ભાજપમાં જાેડાઈને ગૌરવ અને આશીર્વાદની લાગણી અનુભવું છું: કોએલ મલિક
ભાજપમાં જાેડાયા બાદ કોએલ મલિકે કહ્યું કે તેઓ પક્ષમાં જાેડાઈને ગૌરવ અને આશીર્વાદની લાગણી અનુભવે છે અને ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજ્યમાં થઈ રહેલા વિકાસ પર મને ગર્વ છે. હું જાણું છું કે લોકોની સેવા કેવી રીતે કરવી. માનવતા એ જ સર્વોચ્ચ ધર્મ છે.”
કોલકાતામાં ભાજપના રાજ્ય મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મલિકે કહ્યું, “સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા)ના સભ્ય બનવું અને લોકોના કલ્યાણ માટે કામ કરવાની તક મળવી એ મારા માટે ગૌરવની વાત હશે.”
દરમિયાન, મલિકનું ભાજપમાં સ્વાગત કરતા પક્ષના પશ્ચિમ બંગાળના મહાસચિવ શશિ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે અભિનેત્રી સોમવારે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે.
વરિષ્ઠ બંગાળી ફિલ્મ અભિનેતા રણજીત મલિકની પુત્રી કોએલ મલિકનો ટીએમસી (્સ્ઝ્ર) રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ ૬ એપ્રિલથી ૧૬ જુલાઈ સુધીનો ટૂંકો રહ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળા પક્ષની હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણી
રાજ્યની એકમાત્ર ખાલી પડેલી રાજ્યસભા બેઠક માટેની ચૂંટણી ૧૬ ઓક્ટોબરે યોજાનાર છે, જેની સાથે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની અન્ય ૧૧ રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. રુકમિણી મલિક (ઉર્ફે કોએલ મલિક) દ્વારા ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ બંગાળની આ બેઠક ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ મૂળરૂપે ૨ એપ્રિલ, ૨૦૩૨ના રોજ પૂરો થવાનો હતો.
જુલાઈ ૨૦૨૬માં રાજ્યસભામાંથી રાજીનામું આપનારા કોએલ મલિક ચોથા સાંસદ હતા. અગાઉ સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈકે પણ ઉપલા ગૃહમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ ત્રણેય નેતાઓ ભાજપમાં જાેડાયા હતા અને ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. રાજ્ય વિધાનસભામાં પોતાની તાકાતને કારણે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની બેઠક જીતવાની સ્થિતિમાં પક્ષ છે.

