National

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને કુતુબ ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા, નવી દિલ્હી ખાતે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. તેમણે આ અવસરે પદવી મેળવનાર વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, ફેકલ્ટી સભ્યો અને યુનિવર્સિટી સમુદાયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકોને “ડ્રગ્સને ના” પ્રતિજ્ઞા લેવડાવવામાં નેતૃત્વ પણ કર્યું હતું અને મેધાવી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.