National

એર માર્શલ આશુતોષ દીક્ષિતને ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે નિયુક્ત કરાયા

એર માર્શલ આશુતોષ દીક્ષિતની ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ લગભગ ચાર દાયકાનો સેવા અનુભવ અને વિવિધ પ્રકારના ફાઈટર, ટ્રાન્સપોર્ટ અને ટ્રેનર વિમાનો ઉડાડવાની વ્યાપક નિપુણતા ધરાવે છે. તેમની આ નિમણૂક ભારતીય વાયુસેનાની ૯૪મી વર્ષગાંઠના એક દિવસ પહેલા થઈ છે, જે સત્તાવાર રીતે ૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઉજવવામાં આવશે. એર માર્શલ દીક્ષિત વર્તમાન એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લેશે. એર માર્શલ દીક્ષિતે સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (ન્ઝ્રછ) તેજસ, મિરાજ-૨૦૦૦, વિવિધ મિગ (સ્ૈય્) વેરિઅન્ટ્સ, જગુઆર, હોક, ૐઁ્-૩૨, છદ્ગ-૩૨, એવરો, કિરણ અને ૈંન્-૭૮ સહિતના અનેક મહત્વપૂર્ણ વિમાનો ઉડાડ્યા છે. તેમની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન તેમણે ૩,૫૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ પણ મેળવ્યો છે.

એક સત્તાવાર જાહેરનામામાં જણાવાયું છે કે, “મને રાષ્ટ્રપતિની મંજૂરી જણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે એર માર્શલ આશુતોષ દીક્ષિત (ઁફજીસ્, છફજીસ્, ફસ્, ફજીસ્) ની નિમણૂક ‘એર ચીફ માર્શલ‘ના હોદ્દા પર ‘ચીફ ઓફ ધ એર સ્ટાફ‘ તરીકે કરવામાં આવે. આ નિમણૂક ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ની બપોરથી અમલમાં આવશે અને તેમનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ સુધી રહેશે.”

ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાનોનો વ્યાપક અનુભવ

એર માર્શલ દીક્ષિત એક ‘એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ‘ તેમજ ‘ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર‘ છે. વિવિધ વિમાનોના સંચાલનનો તેમનો અનુભવ તેમને ભારતીય વાયુસેનામાં વ્યાપક ઓપરેશનલ અને તકનીકી જાણકારી પૂરી પાડે છે.

તેમને ૬ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ ભારતીય વાયુસેનાની ફાઈટર શાખામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની કારકિર્દી દરમિયાન, તેઓ અનેક મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનો અને કવાયતો સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના ઓપરેશનલ અનુભવમાં ઓપરેશન સફેદ સાગર, ઓપરેશન રક્ષક, કોપ ઈન્ડિયા અને ઓપરેશન સિંદૂરનો સમાવેશ થાય છે.

તેજસ અને સ્વદેશી ઉડ્ડયન ક્ષેત્ર સાથે મજબૂત જાેડાણ

એર માર્શલ દીક્ષિત ભારતીય વાયુસેનામાં સ્વદેશી ન્ઝ્રછ તેજસ અને અન્ય ભારતીય ઉડ્ડયન કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે પણ જાણીતા છે. ભારત જ્યારે સંરક્ષણ ક્ષેત્રે ‘આર્ત્મનિભર ભારત‘ પહેલને વેગ આપી રહ્યું છે, ત્યારે દેશની સ્વદેશી ઉડ્ડયન ઇકોસિસ્ટમ સાથેનો તેમનો અનુભવ મહત્વપૂર્ણ બની રહે છે. ભારતીય વાયુસેના (ૈંછહ્લ) ના નવા વડા તરીકે, તેમના કાર્યકાળ દરમિયાન સ્વદેશી ક્ષમતાઓ અને ભારતીય ઉડ્ડયન પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

દ્ગડ્ઢછ અને નેશનલ ડિફેન્સ કોલેજમાં તાલીમ

એર માર્શલ દીક્ષિત નેશનલ ડિફેન્સ એકેડેમી (દ્ગડ્ઢછ), ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉલ્લેખનીય છે કે, વાયુસેનામાં તેમની કારકિર્દી દરમિયાન એર માર્શલ દીક્ષિતે ‘ઓપરેશન સફેદ સાગર‘ અને ‘ઓપરેશન રક્ષક‘માં ભાગ લીધો હતો.