કાલાવડની શ્રી મુક્તાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં યોજાયેલી ‘કલામહાકુંભ’ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું. તેમણે અલગ અલગ સ્પર્ધામાં સારા ક્રમાંક મેળવી શાળા અને કાલાવડનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધા સાહિત્ય, લેખન, સંગીત, અભિનય અને કલાને પ્રોત્સાહન આપવા યોજાઈ હતી. જેમાં દીકરીઓએ પોતાની પ્રતિભા બતાવી. લગ્ન ગીતમાં જાડેજા આસ્થાબા અને એકપાત્રીય અભિનયમાં સોંદરવા માહીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.
નિબંધ લેખનમાં ગોંડલિયા પૂજાને ત્રીજો, વક્તૃત્વ સ્પર્ધામાં ખાનાણી મેરૂને બીજો અને ભજનમાં વાણીયા અવનિને પ્રથમ ક્રમાંક મળ્યો. સુગમ સંગીતમાં શાહમદાર તાજીમે પ્રથમ અને સંજાત આફસિને ત્રીજો ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું.વિદ્યાર્થિનીઓની આ સફળતા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જે.ટી. પટેલ, ટ્રસ્ટીઓ, આચાર્ય પ્રવિણાબેન કપૂરિયા અને માર્ગદર્શક શિક્ષક પ્રતીક્ષાબેન પંડ્યા સહિતના શિક્ષકોએ તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. શાળા પરિવારે તેમને આગળની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી.

