Gujarat

46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા – વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો,

વડોદરા નવરાત્રિ પહેલા જ ગરબાના રંગે રંગાઈ ગયું અને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ગઈકાલે રાતે(7 ઓક્ટોબર) 46,818 ખેલૈયાઓએ એક સાથે ગરબે ઘૂમીને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. સિંગર અતુલ પુરોહિત ઉર્ફે અતુલ દાદાએ ‘આવી નવ નવ રાત્રિ રે…’ ગાતા જ ખૈલેયાઓ માઝા મુકીને ઝૂમી ઉઠ્યા હતાં.

આ ઉપરાંત 4 થીમ પર 3 હજાર વિદ્યાર્થીઓ વિશાળ કાપડના ગોળ પોસ્ટર પકડીને ગરબે ઘૂમ્યા હતા. વડનું વૃક્ષ, સ્વચ્છતા સંકલ્પ, નારી શક્તિ અને વિકસિત ભારતનો સમાવેશની થીમ પર ગરબાની ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. થીમ આધારિત ગરબાનો ડ્રોનથી અદભૂત નજારો સર્જાયો હતો.