ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) ના સંયુક્ત ઉપક્રમે સંખેડા તાલુકા પંચાયતની સખી મંડળની બહેનોને સ્વરોજગારીની નવી તક પૂરી પાડવામાં આવી છે. સંખેડા બસ ડેપો ખાતે સખી મંડળો દ્વારા ત્રણ સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું હતું.

આ સ્ટોલ પર દર મહિને અલગ-અલગ સખી મંડળો દ્વારા પોતાની બનાવેલી પ્રોડક્ટ્સનું વેચાણ થશે. આમાં હાથ બનાવટની ચીજવસ્તુઓ, નાસ્તા અને અન્ય ઘરેલું પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો અને તેમને બજાર સાથે સીધું જોડાણ આપવાનો છે. બસ ડેપો જેવા ભીડવાળા સ્થળે સ્ટોલ મળવાથી સખી મંડળો સારી કમાણી કરી શકશે.

