Gujarat

છોટા ઉદેપુરમાં લોટના કોથળાની આડમાં દારૂ ઝડપાયો

છોટા ઉદેપુર જિલ્લા LCBએ રંગપુર નાકા પાસેથી એક આઇસર ટ્રકમાંથી ઘઉંના લોટના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ પકડ્યો છે. પોલીસે 10.52 લાખ રૂપિયાનો દારૂ અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જિલ્લા LCBને બાતમી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં લોટના કોથળા નીચે દારૂ લઈ જવાય છે. આથી ટીમે રંગપુર નાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ LCBએ તેને અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પકડી પાડ્યા હતા. ટ્રકની તપાસ કરતા 4070 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો.

પોલીસે દારૂ, આઇસર ટ્રક, 3900 કિલો ઘઉંનો લોટ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 20.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં માધુસિંહ ભુવાનસિંહ અવાસીયા અને સચિન વેસ્તા બધેલ (બંને અલીરાજપુરના રહેવાસી) સામેલ છે.