Gujarat

જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસની આકાશી નજર

જામનગરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ ડિવિઝન પોલીસે આ કામગીરી કરી. પીઆઇ વી.એમ.ડોડીયા સહિતની ટીમે નાઈટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો.

પોલીસ ટીમે ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ, એસ.ટી. બસ ડેપો, ભીડવાળી જગ્યાઓ અને અવાવરૂ સ્થળો પર ડ્રોનથી સર્વેલન્સ કર્યું. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે આ પગલું લેવાયું છે.