Gujarat

રાજકોટ આજીડેમ ચોકડી પાસેથી ગેરકાયદેસર વિદેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આજીડેમ ચોકડી પાસેથી ગેરકાયદેસર વિદેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ પ્રોહીબીશન, જુગાર અને આર્મ્સ એકટ મુજબની ગેરકાયદેસર પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચ P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મહેશભાઇ સોલંકી, સંજયભાઇ અલગોતર તથા નિકુંજભાઇ મારવીયા ને મળેલ સંયુકત હકીકત આધારે આજીડેમ ચોકડી માન સરોવર સોસાયટીની પાછળ ખુલ્લા ડેલા ખાતે ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર તથા જીવતા કાર્ટીસ નંગ-૨ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં કરવામાં આવેલ છે. તોકીર ઇરફાનભાઇ ચાવડા-મુસ્લીમ ઉ.૨૩ રહે.દુધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરીનં.ર રાજકોટ. વિદેશી બનાવટની સીંગલ બોર પિસ્ટલ કિ.20,000 જીવતા કાર્ટીસ 2 કુલ કી.રૂ.20200 નો મુદ્દામાલ કબ્જે કરેલ. આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)એ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ-223 તથા જી.પી.એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20261012-WA0055.jpg