Entertainment

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ફ્રેક્ચર, પ્લાસ્ટર ચડાવેલા પગનો ફોટો શેર કર્યો

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ફ્રેક્ચર થયું છે. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પાટા બાંધેલા પોતાના પગનો ફોટો શેર કર્યો છે. આ ફોટો એવા સમયે સામે આવ્યો છે જ્યારે અભિનેતાએ પત્ની કિયારા અડવાણી સાથે બીજી વખત માતા-પિતા બનવાની જાહેરાત કરી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ફ્રેક્ચર

સિદ્ધાર્થે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્લાસ્ટર બાંધેલા પગનો ફોટો શેર કર્યો. થોડી રમુજ ઉમેરતા, તેણે ફોટો શેર કરતી વખતે લખ્યું, “મેં ‘બ્રેક અ લેગ‘ (શુભકામના આપવા માટે વપરાતો રૂઢિપ્રયોગ) ને કંઈક વધારે જ ગંભીરતાથી લઈ લીધું.” અહીં તે ફોટો છે:

સિદ્ધાર્થે પાટા બાંધેલા પગનો ફોટો શેર કર્યો

સિદ્ધાર્થ અને કિયારા બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના બીજા બાળકના સ્વાગત માટે તૈયાર છે. આ દંપતીએ ૭ ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર તેમની પુત્રી સરાયા સાથેની એક સુંદર પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શેર કર્યા હતા.

તસવીરમાં કિયારા, સિદ્ધાર્થ અને તેમની નાનકડી દીકરી ગૂંથેલા બેબી બૂટીઝની એક નાનકડી જાેડી પકડેલા જાેવા મળે છે, જે તેમના પરિવારમાં નવા સભ્યના આગમનનો સંકેત આપે છે. આ જાહેરાતે ગયા વર્ષે દંપતીની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાતની યાદો પણ તાજી કરી દીધી, જ્યારે તેમણે બાળકના પગરખાં સાથેનો આવો જ ફોટો શેર કર્યો હતો.