Gujarat

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો

ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમોમાં સુધારા કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સુધારા ઠરાવ જાહેર કર્યો છે. 15 ઑક્ટોબર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવમાં સીધી ભરતી માટે જરૂરી અનુભવ, સંસ્થાના રજિસ્ટ્રેશન અને કર્મચારીઓની બઢતી માટેના માપદંડો સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સુધારા ભરતી નિયમોને વધુ સ્પષ્ટ બનાવવા અને વિવિધ જગ્યાઓ માટે લાયકાત તથા પ્રમોશનના માપદંડોમાં એકરૂપતા લાવવાના હેતુથી કરવામાં આવ્યા છે.

સીધી ભરતીમાં અનુભવની જોગવાઈમાં ફેરફાર ઠરાવમાં સીધી ભરતી માટેના નિયમોમાં અનુભવની શરતોને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. નિયમ 4(d)(i) અને 4(d)(ii)માં ‘have about’ શબ્દોના સ્થાને ‘have at least’ શબ્દો મૂકવામાં આવ્યા છે. આ ફેરફારથી સંબંધિત જગ્યાઓ માટે જરૂરી અનુભવની લઘુતમ મર્યાદા સ્પષ્ટ થશે.

અનુભવની સમકક્ષ જગ્યાઓની વ્યાખ્યા બદલાઈ નિયમ 4(d)(ii)માં અગાઉ વપરાતા ‘on the post which can be considered equivalent to the post not below the rank of’ શબ્દોના સ્થાને ‘on the post which have duties and responsibility equivalent to’ શબ્દો મૂકવામાં આવ્યા છે. એટલે કે, અનુભવની ગણતરી કરતી વખતે માત્ર હોદ્દાના દરજ્જાને બદલે ફરજો અને જવાબદારીઓની સમકક્ષતાને ધ્યાનમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે.