ઇન્ડિયન પોસ્ટ્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ ના ૧૯૯૪ બેચના અધિકારી, શ્રી કાશી નાથ ઝાએ અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા ‘વેસ્ટ સેન્ટ્રલ ઝોન‘ માટે ‘પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ‘ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વેસ્ટ સેન્ટ્રલ ઝોનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોનો સમાવેશ થાય છે.
તેમની આ નિમણૂકથી ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ‘કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ‘ સંગઠનની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા છે. આમાં વહીવટી કાર્યક્ષમતા, સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન, જવાબદારી અને સેવાઓની અસરકારક ડિલિવરી (પહોંચ) પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

