Gujarat

ગાંધીનગરમાં UDYAM-2026નો પ્રારંભ

ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને નવી તકો પૂરી પાડવા, ઉદ્યોગસાહસિકોને એક મંચ પર લાવવા અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર ‘UDYAM-2026’નો પ્રારંભ થયો છે.

લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જ્યારે એક લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. આ પ્રદર્શન MSME ક્ષેત્રના ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો, સપ્લાયર્સ અને ખરીદદારો વચ્ચે વ્યાપારી સંબંધો વિકસાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત 23 ઓક્ટોબરે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદ, RSSના ગુજરાત પ્રાંતના પ્રાંત સહ સંચાલક ડૉ. ભરત પટેલ, ગુજરાત પ્રભારી ઘનશ્યામ ઓઝા અને સૌરાષ્ટ્ર પ્રાંતના સાહસંચાલકજી મુકેશ મલકાન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.