બિહારથી સ્કેટિંગ કરીને દ્વારકાધીશના દર્શન કરવા નીકળેલો યુવાન સોનુ યાદવ જામનગર પહોંચ્યો છે. તે પટનાથી 433 દિવસની લાંબી યાત્રા કરીને સોયલ ટોલનાકે પહોંચ્યો હતો.
સોનુ યાદવ રાષ્ટ્રીય ધ્વજ સાથે સ્કેટિંગ કરતો દ્વારકા તરફ આગળ વધી રહ્યો છે. તેણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનો સંકલ્પ લીધો છે. 433 દિવસની આ અનોખી યાત્રા બાદ હવે તે દ્વારકા પહોંચવા માટે ઉત્સાહિત છે.

