Gujarat

રાજસ્થાનથી મંગાવેલો લાખોના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

​દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો અને બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તહેવારોમાં શહેરમાં દારૂની હેરાફેરી કે વેચાણ ન થાય તે માટે સતત વોચ રાખવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે લાખોના વિદેશી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે.

પોલીસે એક મકાન પર દરોડો પાડીને ત્યાંથી વિદેશી દારૂની કુલ 128 બોટલો કબજે કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટ મારફતે ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવ્યો હતો, જેથી તહેવારો દરમિયાન તેનું વેચાણ કરી શકાય.

આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલી છે તે અંગે તપાસ શરૂ​ આ મામલે સ્થળ પરથી દારૂનો જથ્થો જપ્ત કરવાની સાથે એક શખ્સની અટકાયત કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા શખ્સ દ્વારા રાજસ્થાનથી કઈ રીતે અને કોની મદદથી આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો તથા આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન વિદેશી દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.