જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ગંભીર ગુનો સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મ અને મદદગારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના વર્ષ 2021 દરમિયાન બની હતી, જ્યાં શહેરના માનવી ચોકમાં આવેલી સંઘાડીયા બજાર વિસ્તારમાં આવેલી એક દરગાહના મુજાવર સાથે એક યુવતીના સંપર્કો આવ્યા હતા.
આ મુજાવર સાથે યુવતીને પારિવારિક સંબંધો બંધાયા હતા અને તે સમયગાળા દરમિયાન મુજાવર દ્વારા પોતાના પુત્ર સાથે યુવતીના લગ્ન કરાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે.
યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવતીની ઉંમર અંદાજે ત્રીસ વર્ષની છે અને આ ઘટના વર્ષ 2021 દરમિયાન બની હતી. જૂનાગઢ શહેરના માનવી ચોકમાં આવેલી સંઘાડીયા બજાર વિસ્તારમાં મૌનીશાપીરની દરગાહ આવેલી છે, જ્યાં ભોગ બનનાર યુવતી અવારનવાર જતી હતી અને તે દરમિયાન દરગાહના મુજાવર સાથે તેના સંપર્કોમાં આવી હતી.
મુજાવર જાવીદ કરીમભાઈ શેખ સાથે યુવતીને પારિવારિક કે ઘર જેવા સંબંધો બંધાયા હતા. તે સમયગાળા દરમિયાન મુજાવર દ્વારા તેના દીકરા વાહીદ સાથે આ યુવતીના લગ્ન કરાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે.

