રિપોર્ટર વિજય રાડીયા ઉપલેટા
મધ્યપ્રદેશની સાગર યુનિવર્સિટી ખાતે આગામી સમયમાં યોજાનારી વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી કબડ્ડી સ્પર્ધા (ભાઈઓ) માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ભાયાવદરની શ્રી એચ. એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી પી. ટી. માકડીયા લો કોલેજના ગૌરવ સમાન ૬ ખેલાડીઓની ભવ્ય પસંદગી થઈ છે.
આ ઉપરાંત કોલેજ માટે બેવડી ખુશીના સમાચાર એ છે કે, આ જ કોલેજના પી.ટી.આઈ. (PTI) ડૉ. જેનીશ ભોજાણી સાહેબની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમની સત્તાવાર કોચ અને મેનેજર તરીકે પસંદગી કરવામાં આવી છે.
કોલેજના ખેલાડીઓ અને પી.ટી.આઈ. સાહેબની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ સંસ્થાના તમામ પદાધિકારીઓ અને સ્ટાફ પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. આ સમગ્ર પસંદગી પામેલ વિદ્યાર્થીઓ અને કોચને:
* શ્રી વિપુલભાઈ પી. માકડીયા સાહેબ (મેનેજિંગ ટ્રસ્ટી, સર્વોદય કેળવણી મંડળ, ભાયાવદર)
* ડૉ. કે. એમ. માયાવંશી સાહેબ (પ્રિન્સિપાલ)
* સમગ્ર ટ્રસ્ટીગણ
* કોલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ પરિવાર
આ તમામ મહાનુભાવોએ ખેલાડીઓને હાર્દિક કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજ તેમજ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ટીમ આગામી દિવસોમાં મધ્યપ્રદેશ ખાતે યોજાનાર આ મુકાબલામાં પોતાનું કૌવત બતાવવા રવાના થશે.

