Gujarat

પુરાવા રાખવાની સલાહ મળતા પત્નીના ગુસ્સાવાળા વીડિયો બનાવ્યા, વડોદરામાં દંપત્તીના ઝઘડામાં AIની એન્ટ્રીથી વિખવાદ

આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જીવનના અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં એક દંપતીના લગ્નજીવનમાં ChatGPTની દખલગીરી વિખવાદનું કારણ બની હોવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.

શહેરમાં રહેતા પતિ-પત્ની વચ્ચે થતા નાના-મોટા ઝઘડાનો ઉકેલ પતિ ChatGPTને સવાલ પૂછીને શોધતો હતો. એટલું જ નહીં, AIએ સલાહ આપી હતી કે પુરાવા રાખવા. એટલે પતિએ પુરાવો રાખવાની માનસિકતા કેળવ્યા બાદ પત્ની ગુસ્સામાં જે બોલે તેનું રેકોર્ડિંગ અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો હતો. આખરે પતિના માનસિક ત્રાસ અને છૂટાછેડાની વાતથી કંટાળેલી પત્નીએ 181 અભયમની મદદ માગી હતી.

શાદી ડોટકોમથી સંપર્કમાં આવી લગ્ન કર્યાં હતા 181 અભયમની ટીમ મહિલાએ આપેલા સરનામે પહોંચી હતી. ત્યારે મહિલાનું કાઉન્સિલિંગ કરતા ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી.

શાદી ડોટકોમ દ્વારા ચાર વર્ષ પહેલા બંનેનો સંપર્ક થયો હતો અને બે વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં પતિની અપેક્ષા હતી કે પત્ની નોકરી કરે, પરંતુ લગ્ન બાદ પત્નીએ ગૃહિણી તરીકે ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં બંને વચ્ચે નાના-મોટા મતભેદ શરૂ થયા હતા.