અમદાવાદના સૈજપુર વિસ્તારમાં યુવતી રાતના સમયે ઘરમાં સૂતી હતી, ત્યારે 19 વર્ષનો યુવકે તેને બાથમાં ભીડી અને તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે તેમ કહ્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતાં ઘરના સભ્યો દોડી આવ્યા હતાં અને યુવક ફરાર થઈ ગયો હતો. આ મામલે યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાત્રે બે વાગ્યે આરોપી યુવતીના રૂમમાં પ્રવેશ્યો સૈજપુર વિસ્તારમાં 30 વર્ષની યુવતી તેના પરિવાર સાથે રહે છે અને પોતે છૂટક મજૂરી કામ કરે છે. યુવતી તેના ઘરે ઉપરના રૂમમાં એકલી સૂઈ ગઈ હતી અને તેના પરિવારજનો બીજા રૂમમાં સૂતા હતા. દરમિયાનમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ શરીર ઉપર કોઈ વ્યક્તિ હાથ ફેરવતું હોય તેવું જણાયુ હતું, જેથી તેણીએ આંખ ખુલીને જોયું, ત્યારે પ્રકાશ ઉર્ફે બરમુડો ઢાલીયા નામનો યુવક હતો.
યુવકે બાથ ભીડી લેતા યુવતીએ બૂમાબૂમ કરી યુવકને તેણીએ કહ્યું કે, અડધી રાત્રે તું અહીંયા શું કરે છે અને કેમ મારા શરીર પર હાથ ફેરવે છે? જેથી યુવકે કહ્યું કે, મારે તારી સાથે શરીર સંબંધ બાંધવો છે કહીને બાથ ભરી લીધી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા ઘરના સભ્યો દોડી આવતા પ્રકાશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બાબતે યુવતીના પરિવારજનોએ હિંમત આપતા તેણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

