Gujarat

રાજકોટ મનપાનું ગુજરાત ગેસ કંપની સાથે સંકલન પૂર્ણ થતા RMCની વેબસાઈટ પરથી અરજી કરી શકાશે

રાજકોટનાં લોકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા ગુજરાત ગેસ કંપની સાથે સંકલન કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ લોકોને સૌથી મોટો લાભ એ થશે કે હવે નવા ગેસ કનેક્શન માટે અલગ-અલગ કચેરીના ધક્કા ખાવા પડશે નહીં.

માત્ર આંગળીનાં ટેરવે ઘરે બેઠા મનપાની વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા ગેસ કનેક્શનની અરજી કરી શકાશે. ટૂંક સમયમાં આ માટેનો સોફ્ટવેર કાર્યરત થતા હજારો લોકોને તેનો લાભ મળશે.

અરજીની સ્થિતિ અને પ્રક્રિયા પણ વધુ પારદર્શક અને ઝડપી બનશે મહાનગરપાલિકાની વેબસાઈટ પર વેરા ભરવા સહિતની વિવિધ સેવાઓનો ઉપયોગ કરતા લોકોને ત્યાં જ ગેસ કંપનીની લિંક ઉપલબ્ધ થશે, જેના પર ક્લિક કરીને ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની સુવિધા મળશે. આનાથી નાગરિકોના સમય અને શ્રમની મોટી બચત થશે તથા અરજીની સ્થિતિ અને પ્રક્રિયા પણ વધુ પારદર્શક અને ઝડપી બનશે.

નાગરિકોને ઘરઆંગણે જ માર્ગદર્શન અને સુવિધા મળે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ વોર્ડ ઓફિસરો સાથે સંકલન કરી વોર્ડવાઈઝ બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકો દરમિયાન લોકોને નવું પીએનજી કનેક્શન લેવા માટેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.