Gujarat

માણાવદરમાં દલિત અધિકાર મંચનું ઉપવાસ આંદોલન સમેટાયું

માણાવદર તાલુકા પંચાયત કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું પ્રતીક ઉપવાસ આંદોલન સમેટાયું. વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે મંચે આંદોલન શરૂ કર્યું હતું.ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ ફાળવણી અને સ્વચ્છતા સહિતના પાયાના પ્રશ્નો અંગે મંચના પ્રમુખ દેવાયતભાઈ મગરા, શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મંત્રી ગીતાબેન ચૌહાણ અને કાર્યકરો ઉપવાસ પર બેઠા હતા. તેમણે વહીવટી તંત્ર સમક્ષ કુલ 7 માંગણીઓ રજૂ કરી હતી.

સ્થાનિક વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ આગેવાનો સાથે બેઠક કરી. રજૂ કરાયેલી 7 માંગણીઓમાંથી 4નો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો હતો. બાકીની 2 માંગણીઓ અન્ય કચેરીને લગતી છે.

માણાવદરના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સી.સી. રાછડીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સુનિલભાઈ ડાંગર અને ચંદુભાઈ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ સોલંકી અને રાજ કાનગડે ઉપવાસીઓના પારણાં કરાવ્યાં.