જામનગરના ગુલાબનગર વિસ્તારમાં દયાનંદ સોસાયટી પાસે વછરાજ બિમાર ગૌ સેવા ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી અંધ, અપંગ અને બીમાર ગાયોની સેવા તથા સારવાર કરે છે. ગૌશાળામાં શેડ અને વછરાજ દાદાનું મંદિર બનાવવા ટ્રસ્ટે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજ્યો હતો.કથાકાર પૂજ્ય વિજયભાઈ વાસુના વ્યાસાસને 15થી 21 નવેમ્બર, 2026 દરમિયાન ભાગવત કથા યોજાઈ હતી. આ દિવસો કારતક સુદ છઠથી કારતક સુદ બારસ સુધીના હતા. દરરોજ સવારે 9થી બપોરે 12 અને બપોરે 3થી સાંજે 6:30 વાગ્યા સુધી કથા થઈ હતી.

સપ્તાહ દરમિયાન મંગળા દર્શન, નરસિંહ અવતાર, વામન અવતાર, શ્રીરામ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો કથામાં જોડાયા હતા.22 નવેમ્બર, 2026ના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરાયું છે. મહોત્સવમાં વિવિધ સમાજના અગ્રણીઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

ગૌપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓએ મંદિર તથા શેડના નિર્માણ માટે યથાશક્તિ આર્થિક યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટે ગાયોની સારવાર માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 70693 20108 અને 70695 20108 જાહેર કર્યા છે.

